કપાસની જાહેર માંગણીથી વેચાણ કરવા રજીસ્ટ્રેશન ખુલ્લું છે.
(૧) આ રજીસ્ટ્રેશન કપાસ ખુલ્લી હરરાજીથી વેપારીઓ/જીનર્સ ને વેચાણ કરવા માંગતા ખેડૂતો માટેજ છે.
(૨) સી.સી.આઈ. સિવાયના રજીસ્ટ્રેશનમાં સી.સી.આઈ. દ્વારા ખરીદી કરવામાં આવશે નહિ.
(૩) ખેડૂતો ખાસ નોંધ લે આ રજીસ્ટ્રેશનમાં નોંધાયેલ કપાસ ખરીદી સી.સી.આઈ ( C.C.I. ) કરશે નહિ. ખેડૂતો સી.સી.આઈ (C.C.I.) ને વેચવા દાવો કરી શકશે નહિ, ફક્ત જાહેર માંગણીથી વેપારીઓ/જીનર્સને વેચાણ કરવામાં આવશે.
બોટાદતા.૧૪/૦૫/૨૦૨૦
કપાસ ઉત્પાદક ખેડૂતો જોગ જાહેર અપીલ
આથી કપાસ ઉત્પાદક ખેડુતભાઇઓ તથા બોટાદ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા ઇસમોને વિનંતી સહ જણાવવાનું કે..
હાલમાં "વૈશ્વીક કોરોના વાયરસ મહામારી" ના કારણે સમગ્ર દેશને તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી "લોકડાઉન" કરેલ છે. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ગુજરાત સરકારશ્રી દ્વારા કપાસના ખરીદ-વેચાણનું કામકાજ શરૂ કરવા જણાવેલ છે. બ.સ.બોટાદના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડ-હડદડ ખાતે નીચે જણાવેલ શરતોએ સી.સી.આઈ દ્વારા કપાસ ખરીદીનું કામકાજ શરૂ કરવામાં આવશે.
(૧) ખેડૂતોએ પોતાનો કપાસ વેચાણ માટે લાવતા પહેલાં, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ—બોટાદની મોબાઈલ એપ્સ (Apps) "BOTAD APMC" "GOOGLE PLAY STORE" (પ્લે સ્ટોર) માંથી "ડાઉનલોડ" અથવા અમારી વેબસાઈટ “www.botadapmc.com” માં જઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે (નોંધણી માટે રૂબરૂ આવવું નહી.)
(૨) બજાર સમિતિ-બોટાદ દ્વારા “મેસેજ” થી જાણ કરવામાં આવશે તેવા ખેડૂતોએજ કપાસ લઈને, જે તારીખ આપવામાં આવે, તે તારીખે કપાસ લાવવાનો રહેશે. ટોકન/નોંધણી નંબર ફરજીયાત ગેઇટ ઉપર આપવાનો રહેશે તદ્ઉપરાંત દરેકે ફોટાવાળુ ઓળખકાર્ડ (આધાર/ચુંટણી કાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ/ફોટાવાળી બેંક પાસબુક )વિગેરે સાથે રાખવાનું રહેશે અન્યથા માર્કેટ યાર્ડમાં પ્રવેશ મળશે નહિ.
(૩) રજીસ્ટ્રેશન તા.૨૩/૦૪/૨૦૨૦, ગુરુવાર, સમય બપોરના ૧૨-૦૦ કલાકથી શરુ થશે, વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે..
(૪) કોરોના વાયરસને ધ્યાનમાં રાખી સરકારશ્રી ના આદેશ મુજબ લોકડાઉન ના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
(૫) જે ખેડૂતોને શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાતા હોય તેવા ખેડૂતોએ કપાસ લયને આવવું નહિ.
(૬) કપાસ વેચવા માટે આવેલ ખેડૂતે માસ્ક પહેરવું ફરજીયાત છે.
(૭) જો કોરોના વાયરસનું સંક્રમણ વધશે તો સરકારશ્રીના આદેશ મુજબ કોઈપણ સમયે ખરીદી બંધ થઇ શકે છે.
(૮) એક દિવસમાં ૨૦ (વિસ) ખેડુતોનો જ કપાસ લેવામાં આવશે.
(૯) કપાસના વેચાણ માટે ખેડૂત અને ડ્રાઈવર એમ ૨ (બે) વ્યક્તિએ જ આવવાનું રહેશે. જો શક્ય હોય તો ખેડૂતે એકલા આવવું.
(૧૦) જે ખેડૂતે આ વર્ષે પહેલા સી.સી.આઈ. માં કપાસ વહેચેલો છે તેનો કપાસ લેવામાં આવશે નહિ.
(૧૧) ખેડૂતનો કપાસ વીઘા દીઠ ૧૫ (પંદર) મણ લેવામાં આવશે અને એક દિવસનો ૨૦૦ (બસ્સો) મણથી વધારે હશે તો બીલ પણ નહિ બને.
(૧૨) ખેડૂતના કપાસની ગુણવત્તા (લંબાઈ - ૨૮+, માઈક- ૩.૮, ભેજનું પ્રમાણ – ૮ થી ૧૨) ની વચ્ચે હોવું જોઈએ.
(૧૩) કપાસની ગુણવત્તા સી.સી.આઈ. ના નિયમો મુજબ નહિ હોય, તો કપાસ પાછો મોકલવામાં આવશે. આ કપાસ ખેડૂત માર્કેટ યાર્ડમાં વેપારીને વેચી શકશે.
(૧૪) કપાસ વેચવા માટે ખેડૂતે (આધાર કાર્ડની ઝેરોક્ષ-૨, બેંક પાસબુકની ઝેરોક્ષ-૨ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો) સાથે લાવવાનો રહેશે.
(૧૫) જે ખેડૂત કપાસ વેચવા માટે આવ્યા છે તેના ડોક્યુમેન્ટ હોવા જોઈએ, નહીતર કપાસ લેવામાં આવશે નહિ.
(૧૬) ખેડૂતનો કપાસ પાસ થાય પછી જીનમાં અડધું ટ્રેકટર/વાહન ખાલી થયા પછી જો ખરાબ કપાસ નીકળશે, તો ટ્રેક્ટર/વાહન પાછુ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
(૧૭) કપાસના વેચાણ પછી ખેડૂતે એકલા બીલ બનાવવા માટે આવવાનું રહેશે.
(૧૮) કપાસનું પેમેન્ટ લોકડાઉનના કારણોસર મોડું પણ આવશે, તો કોઈપણ ખેડૂતે ઓફીસ પર આવવું નહિ. પેમેન્ટની જાણ કરવામાં આવશે.
અમારો સંપર્ક કરો
બોટાદતા.૨૨/૪/૨૦૨૦
કે.આર.લાડોલાસેક્રેટરી
જોરૂભાઈ આર. ધાધલચેરમેન
અનાજ - કઠોળ અને તેલીબિયાં ઉત્પાદક ખેડૂતો જોગ જાહેર અપીલ
આથી અનાજ—કઠોળ ઉત્પાદક ખેડુતભાઇઓ તથા બોટાદ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા ઇસમોને વિનંતી સહ જણાવવાનું કે..
હાલમાં "વૈશ્વીક કોરોના વાયરસ મહામારી" ના કારણે સમગ્ર દેશને તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી "લોકડાઉન" કરેલ છે. અનાજ—કઠોળની માંગ પુરી પાડવા અને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારશ્રી ધ્વારા અનાજ—કઠોળ ખરીદ—વેચાણ કામકાજ શરૂ કરવા જણાવેલ છે. બ.સ.બોટાદના મુખ્ય યાર્ડ, પાળીયાદ રોડ બોટાદ ખાતે નીચે જણાવેલ સુચનાનુસાર ખેત પેદાશનું ખરીદ—વેચાણનું કામકાજ શરૂ કરવામાં આવશે. માર્કેટ યાર્ડમાં આવનાર ખેડૂતોએ નીચેની સૂચનાનું પાલન કરવાનું રહેશે.
(૧) ખેડૂતોએ પોતાની જણસી વેચાણ માટે લાવતા પહેલાં, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ—બોટાદની મોબાઈલ એપ્સ) "BOTAD APMC" "GOOGLE PLAY STORE" (પ્લે સ્ટોર) માંથી "ડાઉન લોડ" અથવા અમારી વેબસાઈટ “www.botadapmc.com” માં જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે (નોંધણી માટે રૂબરૂ આવવું નહી.)
(૨) બજાર સમિતિ-બોટાદ દ્વારા “મેસેજ” થી જાણ કરવામાં આવશે તેવા ખેડૂતોએજ નિયત જણસી લઈને, જે તારીખ આપવામાં આવે, તે તારીખે માલ લાવવાનો રહેશે. ટોકન/નોંધણી નંબર ફરજીયાત ગેઇટ ઉપર આપવાનો રહેશે તદ્ઉપરાંત દરેકે ફોટાવાળુ ઓળખકાર્ડ (આધાર/ચુંટણી કાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ/ફોટાવાળી બેંક પાસબુક )વિગેરે સાથે રાખવાનો રહેશે અન્યથા માર્કેટ યાર્ડમાં પ્રવેશ મળશે નહિ.
(૩) રજીસ્ટ્રેશન તા.૨૮/૦૪/૨૦૨૦ , મંગળવાર, સમય બપોરના ૧૨-૦૦ કલાકથી શરુ થશે, વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે..
(૪) ખેડૂતોએ પોતાનો દરેક માલ વાહનમાં "છુટા પાલે" જ લાવવાનો રહેશે.છુટક બાચકા/બોરીમાં માલ લાવવાનો નહી, તેને પ્રવેશ મળશે નહિ.
(૫) માર્કેટ યાર્ડમાં સવારે ૭—૦૦ થી ૧૦—૦૦ વાગયા સુધી જ માલ (વાહન) ને પ્રવેશ આપવામાં આવશે.રવિવાર તથા જાહેર રજાઓમાં માર્કેટ યાર્ડ બંધ રહેશે.
(૬) માલ સાથે વેચાણ માટે ૧ ખેડૂત અને ૧ વાહન ચાલકને જ પ્રવેશ મળશે.
(૭) માર્કેટ યાર્ડમાં પ્રવેશતા તમામે મુખ્ય ગેઈટ ઉપર આરોગ્ય ચકાસણી હેતુ રાખેલ "ટેમ્પરેચર ગન" થી ચકાસણી થયા બાદ પ્રવેશ કરવાનો રહેશે.
(૮) દરેક આવનાર વ્યકિતઓએ ફરજીયાતપણે માસ્ક પહેરી/મોઢે રૂમાલ બાંધીને જ આવવાનું રહેશે.હરરાજીમાં ભાગ લેનાર તમામ વેપારીઓએ હેન્ડ ગ્લોવ્ઝ (હાથ મોઝા) ફરજીયાત પહેરવાના રહેશે.
(૯) માર્કેટ યાર્ડમાં પ્રવેશ કરનાર તમામ વ્યકિતએ સેનેટાઈઝર/સેનેટાઈઝ વ્યવસ્થા માટે રાખેલ સાબુ અને પાણીથી દરેકે વારંવાર હાથ ધોવાના રહેશે.
(૧૦) દરેક ખેડૂતો અને વેપારીઓએ લોકડાઉન અને કલમ—૧૪૪નું પાલન થાય અને તમામ વ્યકિતએ "સોશ્યલ ડિસ્ટન્સ" (બે વ્યકિત વચ્ચે ઓછામાં ઓછુ ૧ મીટર અંતર) ખાસ જાળવવાનું રહેશે.અને તેનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
(૧૧) ખેડૂતો ઘેરબેઠા પણ માલનું વેચાણ કરી શકશે.ગાંમડામાંથી સીધી ખરીદી કરવા જતાં વેપારીઓેએ પ્રથમ યાર્ડની ઓફિસે નોંધણી કરાવવી ફરજીયાત છે.
(૧૨) ૧૮ વર્ષથી ઉપરના તેમજ "કોરન્ટાઈન" ન થયેલ વ્યકિત અને "કોન્ટાઈનમેન્ટ થયેલ એરીયા" સિવાયના વ્યકિતએ જ માર્કેટ યાર્ડમાં પ્રવેશ કરવાનો રહેશે.તેમાં કસુર થશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
(૧૩) જે ખેડૂતોને શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાતા હોય તેવા ખેડૂતોએ માલ વેચાણ માટે આવવું નહિ.
(૧૪) "કોવીડ—૧૯" સંદર્ભિત લોકડાઉન અંતર્ગત સરકાર તરફથી જાહેર થયેલ/થનાર ગાઇડ લાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.જેનો ભંગ કરનારને માર્કેટ યાર્ડમાંથી દૂર કરવામાં આવશે.
અમારો સંપર્ક કરો
બોટાદતા.૨૭/૪/૨૦૨૦
ધર્મેન્દ્રભાઈ પી. વડોદરિયાવા.ચેરમેન
જોરૂભાઈ આર. ધાધલચેરમેન
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - બોટાદ માર્કેટ યાર્ડ,પાળીયાદ રોડ,જી.બોટાદ
ફોન નં. (02849) 255004 - 2 - 3